• Home
  • Blog
  • શું તમે જાણો છો કે દેશમાં એક એવું રેલવે સ્ટેશન પણ છે, જ્યાં જવા માટે વીઝાની જરૂર પડે છે.
Blog

શું તમે જાણો છો કે દેશમાં એક એવું રેલવે સ્ટેશન પણ છે, જ્યાં જવા માટે વીઝાની જરૂર પડે છે.

શું તમે જાણો છો કે દેશમાં એક એવું રેલવે સ્ટેશન પણ છે, જ્યાં જવા માટે વીઝાની જરૂર પડે છે. આ વાતનો સ્વીકાર કરવો થોડો મુશ્કેલ છે, પણ હકીકતમાં જ આવું છે. જી હા, આ સ્ટેશન પર વગર વીઝાએ જવું ગેરકાયદેસર માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, તે દેશનું એકમાત્ર એવું રેલવે સ્ટેશન છે, જ્યાં વીઝ જરૂરી છે. આંતરરાષ્ટ્રીય એરકન્ડીશનર ધરાવતા આ રેલવે સ્ટેશનનું નામ છે અટારી. અહીં પર જવા માટે પાકિસ્તાની વીઝા કમ્પલસરી કરી દેવાયો છે. ગુપ્તચર તેમજ સુરક્ષા એજન્સીઓથી 24 કલાક સતત ઘેરાયેલા રહેતા આ રેલવે સ્ટેશન પર વીઝા વગર પહોંચનારા દેશના કોઈ પણ નાગરિકને 14 ફોરેન એક્ટ (વગર વીઝા આ રેલવે સ્ટેશન પર આવવાનો આરોપ) અંતર્ગત કેસ ફાઈલ કરવામાં આવે છે. જેની જમાનત મળવી પણ બહુ જ મુશ્કેલ હોય છે

આ રેલવે સ્ટેશન પરથી દેશની સૌથી વીવીઆઈપી ટ્રેન સમજૌતા એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવામાં આવે છે. આ દેશનું પહેલુ એવું રેલવે સ્ટેશન છે, જ્યાં ટ્રેનની લીલી ઝંડી બતાવવા માટે સીમા શુલ્ક વિભાગની સાથે સાથે ટ્રેનમાં બેસેલા નાગરિકોની પણ પરમિશન લેવામાં આવે છે. આ રેલવે સ્ટેશનથી દરેક રેલવે ટીકિટ ખરીદનારાનો પાસપોર્ટ નંબર લખી લેવામાં આવે છે, અને તેને કન્ફર્મ સીટ મળે છે.

1 સેકન્ડ પણ મોડું થાય તો લાંબુલચક લખાણ થાય છે.

આ રેલવે સ્ટેશન પર કુલીઓના આવવા પર પ્રતિબંધ છે. મુસાફરોને પોતાનો સામાન ખુદ જ ઉઠાવવો પડે છે, જેના માટે સ્પેશિયલ ટ્રોલીઓ તમામ મુસાફરો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એરકન્ડિશનિંગ વેઈટિંગ રૂમમાં એલઈડી સ્ક્રીન પર દેશભક્તિના ગીતો બતાવવામાં આવે છે, અને અહીં ખાણીપીણી તો એવી હોય છે, કે એકવાર જો અહીંનો સ્વાદ ચાખી લેશો તો જિંદગીભર તેનો સ્વાદ નહિ ભૂલો. આ રેલવે સ્ટેશનની પળ પળની માહિતી રેલવે મુખ્યાલય (બરોડા હાઉસ, દિલ્હી)માં થાય છે. સુરક્ષામાં ચોવીસ કલાક જવાનો તૈનાત હોય છે.

આ રેલવે સ્ટેશનથી જો અગર કોઈ કારણોથી ટ્રેન મોડી થઈ જાય છે, તો તેના વિશે ભારત-પાકિસ્તાન બંને દેશોમાં રિજસ્ટારમાં એન્ટ્રી થાય છે. પંજાબ પોલીસ રેલવે સ્ટેશનના ચારો તરફ પહેરો લગાવતી હોય છે. ફોટોગ્રાફી પણ અહીં કરવાની મનાઈ છે. રેલવે સ્ટેશન આરપીએફ, જીઆરપી, બીએસએફ સહિત ગુપ્તચર તથા સુરક્ષા એજન્સીઓના પહેરામાં સતત 24 કલાક રહે છે. અન્ય મુસાફરો તો દૂરથી જ રેલવે સ્ટેશન જોઈ શકે છે. જો રેલવે સ્ટેશનની અંદર જવું હોય તો તમારે ગૃહમંત્રાલયના અલગ અલગ વિભાગોમાંથી પરમિશન લેવી પડે છે.

 

Related posts

Top Current Affairs of 04 July 2018

kajal

Current Affairs Monthly One Liner From 01-11 -2017 To 30-11-2017 By Gyanparab

kajal

Today Current Affairs | April 11th 2018 Current Updates

kajal

1 comment

Pyyynn July 29, 2018 at 8:15 pm

Nice information and I want to know more about ready to go to gpsc impresse

Reply

Leave a Comment